29 - બાગ મારો / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
ખીલ્યો આ બાગ મારો,
ખીલ્યો જી બાગ,
બેઠો છે ખિલખિલ ફૂલડાંનો ફાલ, ખીલ્યો...

ખીલી આ માલતી ને ખીલી ચમેલડી
ખીલ્યું આ પારિજાત કેસરિયા ભાલ,
બેઠો છે ખિલખિલ ફૂલડાંનો ફાલ.

ખીલી આ જાઈ અને જૂઈ તણી વેલડી,
ખીલી આ ડોલરની ફોરમતી થાળ.
બેઠો છે ખિલખિલ ફૂલડાંનો ફાલ.

ખીલ્યો આ બાગ મારો સૂરજ માળીડો,
ચૂમે એ ફૂલડાંના ફોરમિયા ગાલ.
બેઠો છે ખિલખિલ ફૂલડાંનો ફાલ.0 comments


Leave comment