32 - વાદળ / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
વાદળ વરસંતાં આવો,
વાદળ ગરજંતાં આવો,
વાદળ ચમકંતાં આવો,
કે વાદળ, ધરતી કેરાં સૂકા ક્યારે
ભીંજવતાં આવો.

વાદળ વરસો મધ ધારા,
રસબસ કરજો અમ ક્યારે,
ગણજો રાય રંક પ્યારા,
કે વાદળ દુખિયાં જનના આંસુભરેલા,
હરજો દુઃખભારા,

વાદળ વરસીને જાજો,
જનની શુભ આશિષ પાજો,
વાદળ, કદીય અમને હરતાં ફરતાં
ભૂલી નહિ જાજો.0 comments


Leave comment