48 - દેવદિવાળી / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
આજ દિવાળી,
કાલ દિવાળી,
હાથતાળી દૈ ચાલી ચાલી,
અહો રહે નહિ ઝાલી ઝાલી.
આજ દિવાળી.
આજ દિવાળી,
કાલ દિવાળી,
પરમ દિને કઈ જમશો થાળી ?
જીવનની લીલા શી ન્યારી !
આજ દિવાળી.

આજ દિવાળી,
સેવ સુંવાળી,
અમે જમ્યા, શું તમે જમ્યા કહો ?
રમ્યા ભમ્યા ને વળી લડ્યા હો ?
આજ દિવાળી.

અહો દિવાળી,
તું રસથાળી,
ઝટ ઉતાવળી લઈ બસ ચાલી ?
થોભ જરા લઉં ત્વ કર ઝાલી.
આજ દિવાળી.0 comments


Leave comment