51 - ગાઓ / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
છુમ છનનન બાજે નૂપુરિયાં,
રૂમ ઝુનુનુન ગાજે ઘૂઘરિયાં.
છુમ છુનુનુન બાજે નૂપુરિયાં.

થનક થનક થૈ ચરણાં નાચે,
બાજે મૃદુ મૃદુ બાંસુરિયાં;
આઓ જન જન, ગાઓ મન મન,
ઘટ ઘટ ગોરસ સંભરિયાં.
છુમ છુનુનુન બાજે નૂપુરિયાં.

ફૂલ ફૂલની મહેક ક્યારી,
ઝરણ રહ્યાં પદ પદ ઝંકારી,
અબ નૂતન નરતનની વારી,
ગાઓ ગુનગુન ગીતનિયાં,
કલ સુંદિર સુંદિર સોહનિયાં.
છુમ છુનુનુન બાજે નૂપુરિયાં.


0 comments


Leave comment