54 - સંઘ અમારો / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
સંઘ અમારો, સંઘ અમારો,
જંગી સંગી, જીવન જોડીદાર.
કદમ કદમ એ અમ જાગંતો,
સમરથ એ રખવાળ. સંઘ....

સંઘ અમારો, અમે સંઘના, સાંકળ એક અતૂટ,
કડી કડી સૌ જડી જડાઈ, સેન રચાઈ અખૂટ. સંઘ...

અમે તિમિરમાં તેજ ધરંતા, જ્યોતિના ઝળકાટ,
અમે શક્તિના મહા તરંગો જીવનનો જળઘાટ. સંઘ....

સૌ દુખિયા સુખિયાના બેલી, ભેરુ અમે ભડવીર,
સંહરવા રિપુઓનાં દળને, સજ્જ અમારાં તીર. સંઘ....

દળ ગાજે, દાવાનળ ગાજે, ગાજે રણ ભેંકાર,
અમ તલવાર સદાય ચમકશે પ્રભુનો જયજયકાર. સંઘ....0 comments


Leave comment