52 - વિહાર / દિલીપ જોશી
મોર – મુકુટ – મન ઘન ઘેરાતો સાંવરિયાનો લટકો
ગેડીદડો થઇ જાય ગોવર્ધન એમ સહજ થઈ અડકો
નૈન – ગલી ઉજિયારી પરખું
મોરપીંછ સળવળતાં
સાવ સજીવા અર્થ અજાયબ
જનમ જનમથી મળતા
પાંખ નથી તો પણ મન ગગને હર ગલીઓમાં ભટકો.....
નીંદરઘેર્યા ગઢની રાંગે
ઓછાયો એક ઝૂરે
મોભારે કો’ કાગ સ્વરાતા
પિયુ નથી કંઈ દૂરે !
આળસ મરડી ઊભો થયો રે કેસરવરણો તડકો.......
0 comments
Leave comment