59 - ઝરમર મેઘસવારી.... / દિલીપ જોશી
સાંજ પછીના તડકા ઉપર ઝરમર મેઘસવારી
દૃશ્ય શ્રાવણી હોય ઘડીભર વાસ નહીં તું બારી
આંખ પહાડી રસ્તા પરથી દદડે તરણે-ઝરણે
ધોધ થઈને છલે હરિતનભ ખીણ તણાં બોઘરણે
દિશા, સૂરજને પગલે પગલે કાઢે છે સંજવારી
ક્યાંક ગગન પર પહાડ લાગે ક્યાંક ધરા પર વાદળ
ભીતરથી ભીંજ્યા હૈયાનો કોઈ લખે છે કાગળ
ઋતુ ઋતુનું કામ કરે છે પાસ રહે ગિરધારી
0 comments
Leave comment