60 - વળતો અષાઢ ..... / દિલીપ જોશી


કાંઈ ઘન રે ઘેરાણા ઘનઘોર રે
કેમ કળતો અષાઢ ?
રામ, વળતો અષાઢ ?
મારા મનખાનો મોંઘેરો ચોર રે

કોઈ કુંજરનું ટોળું છે નભમાં
ક્યાંય છત પણ નથી
રામ, બચપણ નથી
મારા પિયુની વાટ વણું પગમાં !

મ્હેકી મેડીએ મોહ જેવી ઘટના
રંગ – ઝરમર હશે
રામ, અવસર હશે
ક્યાંક ફળશે રે જીવતરના સપનાં

કોઈ આછું એંધાણ શાતા આપતું
કેંક શ્રાવણ ગયા
રામ, ફાગણ ગયા
તોઈ પહેરણ ના કેમે આ ફાટતું


0 comments


Leave comment