26 - વાત કરીએ ત્યારે / દિલીપ ઝવેરી


વાત કરીએ ત્યારે
મૌનને ઢાંક-ઉઘાડ કરતાં હોઈએ છીએ

જ્યારે વાત કરવાવાળું કોઈ ન હોય
અને કલાકો વીતી જાય
ત્યારે
નજર પણ નથી જતી ક્યારેક
કે
સામે ઉઘાડો પડ્યો છે ક્યારથી ય
કાગળ

એને શાહીથી ઢાંકવા જતાં
હંમેશા કવિતા થાય એવું નથી
પણ
જાતને છતી કરવાનો અવસર
વાત કે મૌનથી ય
ઝાઝી સહેલાઈથી કાગળ આપે છે
*
‘સાહચર્ય વાર્ષિકી : ૨૦૧૬'


0 comments


Leave comment