46 - આ સમયની ગીચતા / નીરજ મહેતા


આ સમયની ગીચતા
જો પ્રતીક્ષામાં ભળે

તો સમયનો સૂર્ય પણ
ખૂબ મોડેથી ઢળે

માત્ર તારૂં નામ લઇ
કોઇ અફવા નીકળે

સાંજના આકાશમાં
નિતનવા રંગો ભળે

શ્રોત્ર આલોકિત થતાં
હોઠ ખોલે એ પળે

મૌન એવું બોલકું
બંધ આંખો સાંભળે


0 comments


Leave comment