૩૭ રોંગ નંબર , રોંગ નંબર, બસ બમળતાં રાતદિન / ચિનુ મોદી


રોંગ નંબર , રોંગ નંબર, બસ બમળતાં રાતદિન
કોઈ પરવશ, કોઈ ઇચ્છાવશ રમળતાં રાતદિન.

માનતા માન્ય પછી જાત્રા અધૂરી હોય તો
બોર શબરીનાં રહે તાજાં તમળતાં રાતદિન.

સ્વપ્નમાં પણ સાદગી દેખાવની ગમતી નથી
આંગણે ભૂખ્યા ઊભા હાથી હમળતાં રાતદિન.

રેલના પાટે ‘ચિનુ’ તારી છબીઓ પાથરી
છુકછુકાછુક છોકરાં દોડે દમળતાં રાતદિન.