કિશોર કાલીદાસ જાદવ

કિશોર કાલીદાસ જાદવ

જન્મ તારીખ :  ૨૦ જાન્યુઆરી ૧૯૩૯
જન્મ સ્થળ :  આંબલીયાળા, તા.ધોળકા, જિ.અમદાવાદ
મૃત્યુ તારીખ :  ૧ માર્ચ ૨૦૧૮
મૃત્યુ સ્થળ :  દીમાપુર, નાગાલેન્ડ
કુટુંબ :
પત્ની : કમસાંગકોલા (નાગાલેન્ડનાં વતની)
પુત્ર : બે : ૧) કીકોબા, ૨) બિમોલ
પુત્રી : ત્રણ : ૧) બંદાંગલીલા, ૨) લીમાલેમ્લા, ૩) ચુબાપન્લા
અભ્યાસ :  ૧) મેટ્રિક : આર.સી. કોમર્સ હાઈસ્કુલ, અમદાવાદ - ૧૯૫૫
૨) બી.કોમ : એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા - ૧૯૬૦.
૩) એમ.કોમ : એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા - ૧૯૭૨
૪) પીએચ.ડી : અંગ્રેજી સાહિત્યમાં, ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, કેલિફોર્નિયા,યુ.એસ.એ.
૫) ડી.ફિલ : હાર્મની કોલેજ ઓફ એપ્લાઈડ સાયન્સ, કેલિફોર્નિયા, યુ.એસ.એ.
૬) ડી.લિટ. - ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ઓન કોન્ટેમ્પરરી સ્ટડીઝ, વોશીંગ્ટન ડી.સી. (અંગ્રેજી પુસ્તક 'ફોક્લોર એન્ડ ઇટ્સ મોટીફ્સ ઈન મોડર્ન લિટરેચર' પરથી ડીગ્રી મળેલ.)
વ્યવસાય :  ૧) ૧૯૬૩ થી નાગાલેન્ડમાં સરકારી નોકરી પર ભિન્ન ભિન્ન પદવીઓ પર કામગીરી બજાવી.
૨) ૧૯૯૫માં 'સેક્રેટરી ટુ ધ ગવર્નમેન્ટ ઓફ નાગાલેન' તરીકે નિવૃત્ત થયાં.
જીવન ઝરમર :  ૧) ૧૯૬૩ માં તેઓ નાગાલેન્ડ સ્થાયી થયાં.
૨) ઘણીખરી લેખનપ્રવૃત્તિ તેમના કોહિમાનાં નિવાસમાં કરેલી.
૩) નિવૃત્તિ પછી ડીમાપુરમાં આવીને સ્થિર થયેલા.
૪)
પુસ્તક :
નવલકથા : ૧) નિશાચક્ર - ૧૯૭૯
૨) निशाचक्र (हिंदी)
૩) રિક્તરાગ - ૧૯૮૯
૪) रिक्तराग (हिंदी)
૫) આતશ - ૧૯૯૩
૬) કથાત્રયી - ૧૯૯૮
પ્રકીર્ણ : ૧) The Glory Hunt: A Socio Cultural Spectrum of Konyak Nagas (English) ( નાગાઓના આર્કેઈક કલ્ચર પર પ્રવાસકથારૂપે શોધનિબંધ) - ૨૦૦૧
૨) Folklore and Its Motifs in Tribal Literature (English) - ૧૯૯૮

:: અન્ય ::
૧) કિશોર જાદવ : અધ્યયનગ્રંથ - ૨૦૦૬
૨) કિશોર જાદવની વાર્તાઓ : સંપાદક - જયેશ ભોગાયતા
૩) કિશોર જાદવની પ્રતિનિધિ વાર્તાઓ : સંપાદક - મોહન પરમાર
૪) કિશોર જાદવનું કથાસાહિત્ય : ડૉ.યોગેન્દ્ર પારેખ, પીએચ.ડી. થીસીસ
૫) કિશોર જાદવની વાર્તાસૃષ્ટિ : જગદીશ ગુર્જર
વાર્તાસંગ્રહ : ૧) પ્રાગૈતિહાસિક અને શોકસભા - ૧૯૬૯
૨) યુગસભા (પ્રાગૈતિહાસિક અને શોકસભાની સંવર્ધિત આવૃત્તિ) - ૧૯૯૫
૩) સૂર્યારોહણ - ૧૯૭૨
૪) છદ્મવેશ - ૧૯૮૨
૫) आगंतुक (हिंदी) -
૬) In the City of Dazzling Distortions (English) - ૨૦૦૯
૭) એક ઈતરજનનું દુ:સ્વપ્ન - ૨૦૧૭
વિવેચન : ૧) નવી ટૂંકી વાર્તાની કળામીમાંસા - ૧૯૮૬
૨) કિમર્થમ્ (વિવેચનાત્મક અભિપ્રાયોનો મુલાકાત સંગ્રહ) - ૧૯૯૫
સંપાદન : 1) Contemporary Gujarati Short Stories : An Anathology (English) .2000
સન્માન :  ૧) "રામપ્રસાદ પ્રે. બક્ષી પુરસ્કાર" : ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી - વિવેચન માટે.
૨) "બેસ્ટ કોન્ટ્રીબ્યુટર ઈન લિટરેચર એન્ડ હ્યુમિનિટી પુરસ્કાર" : યુનાઇટેડ રાઈટર્સ એસોસીએશન, ચિનાઈ તરફથી.

૩) "ભારત એક્સેલન્સ એવોર્ડ" : ફ્રેન્ડશીપ ફોરમ ઓફ ઇન્ડિયા, દિલ્હી તરફથી - ગોલ્ડ મેડલ
૪) "ડીસ્ટીંગ્વીસ્ડ પર્સનાલિટી ઓફ ઇન્ડિયા એવોર્ડ" : ઇન્ટરનેશનલ પેંગ્વીન પબ્લીશીંગ હાઉસ, દિલ્હી તરફથી - ગોલ્ડમેડલ
૫) "લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ" : ઇન્ટરનેશનલ બાયોગ્રાફીકલ સેન્ટર, કેમ્બ્રિજ, યુ.કે તરફથી.
૬) "રીસર્ચ સ્કોલર" : અમેરિકન બાયોગ્રાફીકલ ઇન્સ્ટીટયુટ, યુ.એસ.એ. તરફથી - ગોલ્ડમેડલ