હરિશ્ચંદ્ર ભટ્ટ

હરિશ્ચંદ્ર ભટ્ટ

જન્મ તારીખ :  12/06/1906
જન્મ સ્થળ :  ઓરપાડ (જિ.સૂરત)
મૃત્યુ તારીખ :  ૧૮ મે ૧૯૫૦
અભ્યાસ :  --> મુંબઈમાં મૅટ્રિક સુધીનું શિક્ષણ.
--> સંસ્કૃત, વેદસાહિત્ય ઉપરાંત પોલિશ, જર્મન, અંગ્રેજી જેવી ભાષાઓનો અભ્યાસ.
વ્યવસાય :  કોઈ ખાનગી પેઢીમાં સેવાઓ આપતા. પછીથી પોલૅન્ડની રાજદૂત કચેરીમાં (પોલિશ કૉન્સ્યુલેટમાં) જોડાયેલાં. નાલંદા પબ્લિકેશન્સ નામની સંસ્કાર અને સંસ્કૃતિલક્ષી પ્રકાશન-સંસ્થાની સ્થાપના. ૧૯૪૯થી પરમાણંદ કાપડિયાના તંત્રીપદે નીકળતા સામયિક ‘યુગધર્મ’માં જોડાયેલા. છેલ્લે એચ. ઈશ્વર એન્ડ કંપનીને પરદેશથી પુસ્તકો મંગાવી આપવાની કામગીરી.
જીવન ઝરમર :  રિલ્કે, બોદલેર જેવા કવિઓનો ઊંડો અભ્યાસ કરી એમના વિશેની વિગતો ગુજરાતીમાં પ્રસ્તુત કરનારા આ પ્રથમ કવિ છે.

વિશ્વના સાહિત્યથી પૂરા પ્રભાવિત અને કલાવાદી આ કવિની કવિતાનાં ભાવ, ભાષા અને અભિવ્યક્તિ ધ્યાનાર્હ છે.
પુસ્તક :
કાવ્યસંગ્રહ : (૧) ‘સફરનું સખ્ય’ (મુરલી ઠાકુર સાથે, ૧૯૪૦)
(૨) ‘કેસૂડો અને સોનેરું તથા કોજાગ્રિ’ (૧૯૪૧)
(૩) ‘સ્વપ્નપ્રયાણ’ (૧૯૫૯) ઉમાશંકર જોશી સંપાદિત એમનો મરણોત્તર કાવ્યસંચય