શૂન્ય પાલનપુરી

શૂન્ય પાલનપુરી

જન્મ તારીખ :  12/19/1922
જન્મ સ્થળ :  લીલાપુર, અમદાવાદ
મૃત્યુ તારીખ :  03/17/1987
મૃત્યુ સ્થળ :  પાલનપુર
કુટુંબ :
માતા : નનીબીબી
પિતા : ઉસ્માનખાન
ભાઈ : ફતેહખાન
પત્ની : ઝુબેદા
પુત્ર : તસમીન, ઝહીર
પુત્રી : કમર, પરવેઝ
અભ્યાસ :  ૧) ૧૯૩૮ - મેટ્રીક – પાલનપુર
૨) ૧૯૪૦ – બહાઉદ્દીન કોલેજ – જુનાગઢ માં અભ્યાસ અધૂરો મૂક્યો
વ્યવસાય :  ૧) પાજોદ દરબાર ‘રૂસવાના’ અંગત મંત્રી - ૧૯૪૦
૨) અમીરબાઇ મિડલસ્કૂલ, પાલનપુરમાં શિક્ષક, ૧૯૪૫-૫૪
૩) નોકરી છૂટી, અમદાવાદ અને પાટણમાં નિવાસ, ૧૯૫૭-૬૦
૪) પાટણમાં ‘ગીત ગઝલ ‘ માસિકનું પ્રકાશન
૫) મુંબાઇ સમાચારમાં નોકરી મૃત્યુ સુધી - ૧૯૬૨
જીવન ઝરમર :  ૧) ત્રણ વર્ષની વયે પિતાનું અવસાન, માતા સાથે પાલનૌર મોસાળમાં ઊછર્યા - ૧૯૨૫
૨) 'રૂસવા’ના સંપર્કમાં આવ્યા - ૧૯૪૦
૩) ‘રૂસવા’ હાજરીમાં ગુજરાતીમાં ગઝલ કરવાની શરૂઆત , મિત્ર અમૃત ઘાયલે ‘શૂન્ય’ ઉપનામ સૂચવ્યું - ૧૯૪૦
પુસ્તક :
અનુવાદ : ખૈયામ
કાવ્યસંગ્રહ : ૧) શૂન્યનું સર્જન,
૨) શૂન્યનું વિસર્જન,
૩) શૂન્યના અવશેષ,
૪) શૂન્યનો દરબાર
૫) દાસ્તાને ઝિંદગી