અરદેશર ફરામજી ખબરદાર

અરદેશર ફરામજી ખબરદાર

જન્મ તારીખ :  ૦૬ નવેમ્બર, ૧૮૮૧
જન્મ સ્થળ :  દમણ, પોર્ટુગીઝ ભારત
મૃત્યુ તારીખ :  ૩૦ જુલાઇ, ૧૯૫૩
મૃત્યુ સ્થળ :  મદ્રાસ, ભારત
અભ્યાસ :  ૧) પ્રાથમિક શિક્ષણ દમણમાં.
૨) માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં.
વ્યવસાય :  ૧૯૦૯ માં મદ્રાસમાં મોટર-સાઈકલના સામાનનો ધંધો શરૂ કર્યો
જીવન ઝરમર :  ૧૯૪૧ માં અંધેરી મુંબઈની સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
પુસ્તક :
કાવ્યસંગ્રહ : ૧) કાવ્યરસિકા (૧૯૦૧),
૨) વિલાસિકા (૧૯૦૫),
૩) પ્રકાશિકા (૧૯૦૮),
૪) ભારતનો ટંકાર (૧૯૧૯),
૫) પ્રભાતનો તપસ્વી (૧૯૨૦),
૬) સંદેશિકા (૧૯૨૫),
૭) કલિકા (૧૯૨૬),
૮) ભજનિકા (૧૯૨૮),
૯) રાસચંદ્રિકા- ૧(૧૯૨૯) અને ૨(૧૯૪૧),
૧૦) દર્શનિકા (૧૯૩૧),
૧૧) રાષ્ટ્રિકા (૧૯૪૦),
૧૨) કલ્યાણિકા (૧૯૪૦),
૧૩) શ્રીજી ઈરાનશાહનો પવાડો (૧૯૪૨)
૧૪) નંદનિકા (૧૯૪૪),
૧૫) ગાંધી બાપુ (૧૯૪૮),
૧૬) ગાંધી બાપુનો પવાડો (૧૯૪૮)
૧૭) કીર્તનિકા (૧૯૫૩)

અંગ્રેજી કાવ્યસંગ્રહ :
૧) ‘ધ સિલ્કન ટેસલ’ (૧૯૧૮)
૨) ‘જરથ્રુસ્ર-ધ ફર્સ્ટ પ્રોફેટ ઓવ ધ વલર્ડ’ (૧૯૫૦)
વિવેચન : ૧) ગુજરાતી કવિતાની રચનાકળા (૧૯૪૧)
૨) ‘અષો જરથ્રુસ્રની ગાથાઓ પર નવો પ્રકાશ’ (૧૯૪૯)
સંપાદન : ‘મલબારીનાં કાવ્યરત્નો’(૧૯૧૩)
નાટકસંગ્રહ : ‘મનુરાજ અથવા વિશ્વનાટિકા’ (અપૂર્ણ)