બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા

બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા

જન્મ તારીખ :  ૧૭ મે ૧૮૫૮
જન્મ સ્થળ :  નડીઆદ
મૃત્યુ તારીખ :  ૧ એપ્રિલ ૧૮૯૮
મૃત્યુ સ્થળ :  વડોદરા
અભ્યાસ :  --> કૉલેજના પહેલાં વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો.

--> ફારસી, અરબી, સંસ્કૃત, વ્રજ, હિંદી ભાષાઓ અને સંગીત, પુરાતત્વ વિ. ના તેઓ સારા જાણકાર હતા
વ્યવસાય :  --> અભ્યાસ બાદ થોડોક સમય સરકારી નોકરી કરી હતી પરંતુ અલગારી સ્વભાવને કારણે તેઓ ક્યાંય ઠરીઠામ ન થયા.

--> ભારતી ભૂષણ, ઇતિહાસ માળા, કૃષ્ણ મહોદય જેવા સામાયિકોના સંચાલક રહ્યા અને થોડોક સમય 'બુધ્ધિપ્રકાશ'ના સંપાદક પણ રહ્યા
જીવન ઝરમર :  --> અર્વાચીન ગુજરાતી કવિતા અને ગઝલના તેઓ મુખ્ય પ્રણેતા ગણાય છે.

--> મણિલાલ દ્વિવેદી તેમના ખાસ મિત્ર હતાં.
--> તેઓ પોતાને દલપતરામના ‘પદ-રજ સેવક’ તરીકે ઓળખાવતા.

--> શિખરિણી છંદ એમની વિશિષ્ટતા હતી.
--> એમ કહેવામાં આવે છે કે કલાપીએ ગઝલ લખવાની કળા તેમની અને મણિલાલ દ્વિવેદી પાસે શીખી.

--> પર્શિયન ઢબની કવિતાઓનો સાહિત્ય પ્રકાર ગુજરાતી ભાષામાં આણવાનો શ્રેય તેમને જાય છે.
પુસ્તક :
કાવ્યસંગ્રહ : ૧) ક્લાન્ત કવિ
૨) હરિપ્રેમપંચદશી
અનુવાદ : ૧) કર્પૂર મંજરી (મુ.લેખક : રાજશેખર - સંસ્કૃત)
૨) મૃચ્છકટિક (મુ.લેખક : શુદ્રક - સંસ્કૃત)
૩) સુફી ગઝલોના અનુવાદ