ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્મા

જન્મ તારીખ :  ૩૧ મે ૧૯૩૪
જન્મ સ્થળ :  સુરત, ગુજરાત
કુટુંબ :
પત્ની : જસુમતીબેન ત્રિવેદી
પુત્ર : મેહુલ શર્મા
પુત્રી : રુચિરા અને રીના
અભ્યાસ :  બી.એ. પ્રથમ વર્ગ તદુપરાંત સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રમાંના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઈ.સ.૨૦૦૦ માં ‘ડોકટર ઓફ લેટર્સ – ડી.લિટ.’ની માનદ પદવી અર્પણ.
વ્યવસાય :  ઈ.સ.૧૯૫૪ થી સુરતના પ્રતિષ્ઠિત દૈનિક વર્તમાનપત્ર ‘ગુજરાતમિત્ર’ના તંત્રી વિભાગ સાથે સંલગ્ન.
ઈ.સ. ૧૯૯૪ માં સહાયક તંત્રી પદેથી નિવૃત થયા પછી પણ ‘ગુજરાતમિત્ર’માં સક્રિય, જીવનમાં એક જ નોકરી કર્યાનો વિકરા. ‘ગુજરાતમિત્ર’માં હજારોના હજારો તંત્રી લેખો અને અન્ય લેખો લખવા ઉપરાંત પત્રકારત્વની પ્રાય: સર્વ શાખાઓમાં સક્રિય કામગીરી.
જીવન ઝરમર :  સંસ્થાકીય પ્રવૃત્તિઓ :
૧) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ૨૦૧૦ થી ૨૦૧૨.
૨) સુરતની ‘નર્મદ સાહિત્ય સભા’ના પ્રમુખ
૩) ‘ભારતીય જ્ઞાનપીઠ’ની ગુજરાતી ભાષાની સલાહકાર સમિતિનાં પૂર્વ સંયોજક
૪) સુરતના ‘નર્મદ પુસ્તકાલય’ની સલાહકાર સમિતિના સદસ્ય
૫) ‘અખિલ હિન્દ મહિલા પરિષદ’ સુરત શાખાના સલાહકાર સમિતિના પૂર્વ સદસ્ય
૬) ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ ના પૂર્વ મંત્રી.
૭) ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના કલકત્તા અધિવેશનના વિભાગીય અધ્યક્ષ
૮) ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના પૂર્વ નિયુક્ત સદસ્ય.
૯) ‘આકાશવાણી – અમદાવાદ’ કેન્દ્રની સલાહકાર સમિતિના પૂર્વ સદસ્ય
૧૦) સુરત રોટરી ક્લબના ૧૯૯૯-૨૦૦૦ ના વર્ષના માનદ સદસ્ય.
પુસ્તક :
કાવ્યસંગ્રહ : કાવ્યસંગ્રહ : ૧૫
(૧) સંભવ – ૧૯૭૪
(૨) છંદો છે પાંદડાં જેનાં – ૧૯૮૭
(૩) ઝળહળ – ૧૯૯૫
(૪) નખદર્પણ – ૧૯૯૫
(૫) અઢી અક્ષરનું ચોમાસું – ૨૦૦૨
(૬) ઉજાગરો – ૨૦૦૪
(૭) તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે – ૨૦૦૩ (સંપાદન – સુરેશ દલાલ)
(૮) એક કાગળ હરિવરને – ૨૦૦૩ (ભક્તિગીતો)
(૯) આત્મસાત – ૨૦૧૦ (સોનેટસંગ્રહ)
(૧૦) શબ્દનું સાત ભવનું લેણું છે – ૨૦૦૯ (સંપાદક : રવીન્દ્ર પારેખ – ગુ.સા.અ. દ્વારા પ્રકાશિત)
(૧૧) ગઝલની પાલખી – ૨૦૦૯ (પ્રાતિનીધિક ગઝલસંગ્રહ)
(૧૨) ગઝલાયન – ૨૦૦૯
(૧૩) કાવ્યકળશ –
(૧૪) એ ક્ષણો ગઝલની છે – ૨૦૧૩
(૧૫) ભગવતીકુમાર શર્માની સમગ્રકવિતા – ૨૦૧૬
વાર્તાસંગ્રહ : વાર્તાસંગ્રહ : ૧૪
(૧) દીપ સે દીપ જલે – ૧૯૫૯
(૨) હૃદયદાન – ૧૯૬૧
(૩) રાતરાણી – ૧૯૬૩
(૪) મહેક મળી ગઈ – ૧૯૬૫
(૫) છિન્નભિન્ન – ૧૯૬૭
(૬) તમને ફૂલ દીધાનું યાદ – ૧૯૭૦
(૭) વ્યર્થ કક્કો, છળ બારાખડી – ૧૯૭૯
(૮) કંઈ યાદ નથી
(૯) અડાબીડ – ૧૯૮૫
(૧૦) અકથ્ય – ૧૯૯૪
(૧૧) ભગવતીકુમાર શર્માની શ્રેષ્ઠ વાર્તાઓ – ૧૯૮૭
(૧૨) માંગલ્યકથાઓ – ૨૦૦૧
(૧૩) ભગવતીકુમાર શર્માનો વાર્તાલોક – સંપાદક : પ્રફુલ્લ રાવળ – ૨૦૧૩
(૧૪) શંખધ્વનિ – ૨૦૧૫

અનુવાદિત વાર્તા :
દ્વાર નહીં ખૂલે – ૧૯૯૪, ‘ભારતીય જ્ઞાનપીઠ’ દ્વારા હિન્દીમાં પ્રકાશિત પ્રાતિનિધિક વાર્તાસંગ્રહ. તદુપરાંત કેટલીક વાર્તાઓના હિન્દી, અંગ્રેજી, મરાઠી, તેલુગુ ઇત્યાદિ ભાષાઓમાં અનુવાદો પ્રકાશિત.
નવલકથા : નવલકથા : ૧૩
(૧) આરતી અને અંગારા – ૧૯૫૬,
(૨) પ્રેમયાત્રા – ૧૯૫૭
(૩) વીતી જશે આ રાત – ૧૯૫૯
(૪) મન નહિ માને – ૧૯૬૨
(૫) પડછાયા સંગ પ્રીત – ૧૯૬૩
(૬) ન કિનારો ન મઝધાર – ૧૯૬૫
(૭) રિકતા – ૧૯૬૮
(૮) વ્યક્તમધ્ય – ૧૯૭૦
(૯) ભીના સમયવનમાં – ૧૯૭૨
(૧૦) સમયદ્વીપ – ૧૯૭૪
(૧૧) ઊર્ધ્વમૂલ – ૧૯૮૧
(૧૨) અસૂર્યલોક – ૧૯૮૭
(૧૩) નિર્વિકલ્પ – ૨૦૦૫

અન્ય ભાષાઓમાં અનુવાદિત નવલકથાઓ :
(૧) અસૂર્યલોક : હિન્દી (ભારતીય સાહિત્ય અકાદમી), સંક્ષિપ્ત આવૃત્તિ – ગુજરાતી તથા હિન્દીમાં (નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા)
(૨) સમયદ્વીપ : હિન્દી અને મરાઠીમાં, અંગ્રેજી – The Isle of Time (સર્વ સાહિત્યસંગમ – સુરત)
(૩) નિર્વિકલ્પ : હિન્દી (અનુવાદક – નીરુ ક્ષોત્રિય)
(૪) ઊર્ધ્વમૂલ : હિન્દી (અનુવાદક – નીરુ ક્ષોત્રિય)
નિબંધસંગ્રહ : નિબંધ સંગ્રહો : ૮
(૧) શબ્દાતીત – ૧૯૮૦
(૨) બિસતન્તુ – ૧૯૯૦
(૩) હૃદયસરસા – ૧૯૯૫
(૪) પરવાળાંની લિપિ – ૧૯૯૫
(૫) સ્પંદનપર્વ – ૧૯૯૫
(૬) પ્રેમ જે કશું માંગતો નથી – ૧૯૯૭
(૭) માણસ નામે ચંદરવો – ૧૯૯૮
(૮) નદીવિચ્છેદ – ૨૦૦૩

અનુવાદિત નિબંધ :
સ્પંદન (ચૂંટેલા નિબંધોના અનુવાદનું પુસ્તક – ૨૦૧૨
નાટકસંગ્રહ : નાટકસંગ્રહ : ૫
(૧) અષાઢી મૃગજળને કિનારે
(૨) હયવદન
(૩) તુઘલક
(૪) સૂર્યના અંતિમ કિરણથી સૂર્યના પ્રથમ કિરણ સુધી
(૫) પૌરુષ – Tea and Sympathy – અંગ્રેજી નાટકનું ગુજરાતી રૂપાંતર.
સંપાદન : સંપાદન : ૨
(૧) શ્વાસ-ઉચ્છવાસ (ગની દહીંવાળા અભિનંદન ગ્રંથ અન્યો સાથે)
(૨) શ્રી ગની દહીંવાળાની સમગ્ર કવિતા – ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત (શ્રી રવીન્દ્ર પારેખ સાથે)
વિવેચન : વિવેચન : ૩
(૧) અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા – ૧૯૯૮
(૨) ગુજરાતી ગઝલ – ૧૯૯૫ (પરિચય પુસ્તિકા)
(૩) ગઝલોનો કરીએ ગુલાલ – ૨૦૦૪ (ગઝલ આસ્વાદ)
અનુવાદ : અનુવાદ : ૪
હિન્દીમાંથી ગુજરાતીમાં
(૧) સાત યુગોસ્લાવ વાર્તાઓ – ૧૯૭૮
(૨) અષાઢનો એક દિવસ – ૧૯૭૮ (નાટક : મૂળ લેખક – મોહન રાકેશ)
(૩) આલોકપર્વ – ૧૯૯૪ (નિબંધસંગ્રહ : હજારીપ્રસાદ દ્વિવેદી)

ગુજરાતીમાંથી હિન્દીમાં
એક અસ્થાપિત રાજનીતિક દલ કા મસૌદા : મૂળ લેખક નાનુભાઈ નાયક
હાસ્ય-વ્યંગ સંગ્રહો : હાસ્યવ્યંગ પુસ્તક : ૫
(૧) ક્લીન બોલ્ડ – ૨૦૦૫ (‘ગુજરાતમિત્ર’માં આવતી કટાર ‘નિર્લેપ’માંથી સંપાદિત)
(૨) ડાંડિયાગુલ – ૨૦૦૫ (‘ગુજરાતમિત્ર’માં આવતી કટાર ‘નિર્લેપ’માંથી સંપાદિત)
(૩) સૂપડાંસાફ – ૨૦૦૫ (‘ગુજરાતમિત્ર’માં આવતી કટાર ‘નિર્લેપ’માંથી સંપાદિત)
(૪) જડબાંતોડ – ૨૦૦૫ (‘ગુજરાતમિત્ર’માં આવતી કટાર ‘નિર્લેપ’માંથી સંપાદિત)
(૫) ભગવતીકુમાર શર્માની શ્રેષ્ઠ હાસ્યરચનાઓ – ૨૦૦૮ (સંપાદક : રમણ પાઠક)
કટારલેખન સંગ્રહો : તંત્રીલેખ સંગ્રહ : ૨
(૧) અયોધ્યાકાંડ : અગ્નિ અને આલોક – ૧૯૯૩
(૨) મારા મનગમતા તંત્રીલેખો – ૨૦૧૧
જીવનચરિત્ર / રેખાચિત્ર : (૧) સુરત મુજ ઘાયલ ભૂમિ – ૨૦૦૯ (આત્મકથા)
(૨) સરળ શાસ્ત્રીજી – ૧૯૬૬ (સ્વ. લાલબહાદુર શાસ્ત્રીના જીવન પ્રસંગો )
પ્રવાસ લેખન સંગ્રહ : (૧) અમેરિકા આવજે ! – ૧૯૯૬
પ્રકીર્ણ : ભગવતીકુમાર શર્મા વિશેના પુસ્તકો – વિશેષાંકો

(૧) ભગવતીકુમાર શર્માની સાહિત્યસૃષ્ટિ – પી.એચ.ડી. પડવી માટેનો મહાનિબંધ – લેખિકા : પ્રા.ડૉ.ઋજુતા ગાંધી
(૨) ભગવતીકુમાર શર્માનું ભાવવિશ્વ – લેખક : પ્રા. ડૉ.અશ્વિન દેસાઈ – ૧૯૯૯
(૩) આધુનિકતાના સંદર્ભે ભગવતીકુમાર શર્માનું કથાસાહિત્ય : ડૉ.બી.એસ.પટેલ – ૨૦૧૩
(૪) ભગવતીકુમાર શર્માની સંવેદનસૃષ્ટિ – સંપાદક : પ્રભાબહેન પરમાર – ૨૦૧૩
(૫) સુરતની ‘શારદાયતન’ શાળા દ્વારા પ્રકાશિત વિશેષાંક – સુન્દરમ – ૨૦૦૪
(૬) શહીદે ગઝલનો ભગવતીકુમાર શર્મા વિશેનો વિશેષાંક – ૨૦૦૮
(૭) ભગવતીકુમાર શર્માના સાહિત્ય વિશેનો ગ્રંથ – સંપાદક – શકીલ કાદરી (૨૦૦૯)
(૮) પ્રસિદ્ધ હિન્દી પત્રિકા ‘સપ્રવર્તન’ દ્વારા ભગવતીકુમાર શર્મા વિશેષાંક.

કેસેટ – સીડી :
(૧) એક કાગળ હરિવરને (ભક્તિગીતો – ગાયક શ્રી સોલી કાપડિયા)
(૨) ગુજરાત રાજ્ય માહિતી ખાતા દ્વારા ભગવતીકુમાર શર્માના જીવન-કવન ઉપર સીડી.
(૩) ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આર્કાઈવ્ઝ – ભદ્રાયુ વચ્છરાજાની.
સન્માન :  સન્માનો - પુરસ્કારો :

૧) કુમાર સુવર્ણચંદ્રક – ૧૯૭૭
૨) નવચેતન ચંદ્રક – ૧૯૭૭
૩) ગોવર્ધનરામ પુરસ્કાર – ૧૯૮૧ (ઊર્ધ્વમૂલ નવલકથાને)
૪) રણજિતરામ સુવર્ણચંદ્રક – ૧૯૮૪
૫) ક્રિટીક્સ એવોર્ડ – ૧૯૮૬ (‘અડાબીડ’ વાર્તાસંગ્રહને)

૬) ક્રિટીક્સ એવોર્ડ – ૧૯૮૭ (‘અસૂર્યલોક’ નવલકથાને)
૭) ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર – ૧૯૮૮ (‘અસૂર્યલોક’ નવલકથાને)
૮) નંદશંકર એવોર્ડ – ૧૯૯૪ (નર્મદ સાહિત્ય સભા દ્વારા – ‘અકથ્ય’ વાર્તાસંગ્રહને)
૯) દર્શક પુરસ્કાર – ૧૯૯૬
૧૦) નચિકેતા પારિતોષિક – ૨૦૦૦

૧૧) કલાપી પુરસ્કાર – ૨૦૦૩ (આઈ.એન.ટી. મુબઈ દ્વારા)
૧૨) સ્વામી સચ્ચિદાનંદ સન્માન – ૨૦૦૩ (ગુ.સા.પ. દ્વારા)
૧૩) લાઈફ ટાઈમ અચીવમેન્ટ મેઘાણી પુરસ્કાર – ૨૦૦૫ (મેઘાણી સાહિત્ય સભા – સુરત તરફથી)
૧૪) ધ પ્રાઈડ ઓફ ગુજરાત એવોર્ડ – ૨૦૦૮ (ફીલિંગ્સ સામાયિક દ્વારા)
૧૫) નરસિંહ મહેતા એવોડ – ૨૦૧૧

૧૬) વલી ગુજરાતી ગઝલ એવોર્ડ – ૨૦૧૨
૧૭) હરીન્દ્ર દવે પુરસ્કાર – ૨૦૧૨
૧૮) નર્મદ ચંદ્રક – ૨૦૧૨ (આત્મકથા ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ને)
૧૯) ગુજરાત ગૌરવ પુરસ્કાર – ૨૦૧૩ (ગુ.સરકાર તરફથી)
૨૦) સાહિત્ય શિરોમણી એવોર્ડ – ૨૦૧૪ (ડી.ડી. ગિરનાર)

૨૧) શ્રેષ્ઠ સાહિત્યકાર સન્માન (સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી – સુરત દ્વારા)
૨૨) ગુર્જર રત્ન એવોર્ડ
૨૩) શ્રેષ્ઠ સાહિત્યકાર-પત્રકાર સન્માન – ગુજરાત સરકાર તરફથી
૨૪) સ્વ.કંચનલાલ મામાવાળા પુરસ્કાર –(રાષ્ટ્રીય કલાકેન્દ્ર – સુરત દ્વારા)

૨૫) સ્વ. બટુકભાઈ દીક્ષિત પુરસ્કાર (પત્રકારત્વ)
૨૬) શેખાદમ આબુવાલા પુરસ્કાર (પત્રકારત્વ)
૨૭) શ્રી બાબુભાઈ શાહ પુરસ્કાર(પત્રકારત્વ)
૨૮) યજ્ઞેશ શુક્લ સન્માન (પત્રકારત્વ)
૨૯) સુરતની વિશિષ્ટ વ્યક્તિ તરીકે સન્માન (સુરત શહેર પત્રકાર સંઘ દ્વારા)

૩૦) મુંબઈ તથા ગુજરાત રાજ્યનાં પારિતોષિકો મેળવનાર પુસ્તકો : (૧) ‘દીપ સે દીપ જલે’ (૨) ‘હૃદયદાન’ (૩) ‘પડછાયા સંગ પ્રીત’ (૪) ‘ન કિનારો ન મઝધાર’ (૫) ‘વ્યક્તમધ્ય’ (૬) ‘વ્યર્થ કક્કો છડ બારાખડી’ (૭) ‘ઊર્ધ્વમૂલ’