સુંદરજી બેટાઇ

સુંદરજી બેટાઇ

જન્મ તારીખ :  08/10/1905
જન્મ સ્થળ :  ઓખા બંદર
મૃત્યુ તારીખ :  01/16/1989
મૃત્યુ સ્થળ :  મુંબઈ
અભ્યાસ :  --> ૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.,

--> ૧૯૩૨માં એલએલ.બી., ૧૯૩૬માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ.
વ્યવસાય :  --> પ્રારંભનાં ચારપાંચ વર્ષ ‘હિંદુસ્તાન’ને ‘પ્રજામિત્ર’માં સબઍડિટર,
--> ચારપાંચ વર્ષ મુંબઈની એક સંસ્થામાં આચાર્ય
--> મુંબઈની એસ. એન. ડી. ટી. વિમેન્સ કૉલેજમાં નિવૃત્તિપર્યંત ગુજરાતીના અધ્યાપક.
--> ઇન્ડિયન પી.ઈ.એન.ના સભ્ય.
જીવન ઝરમર :  --> પચાસેક વર્ષથી સતત કાવ્યસર્જન કરનારા આ ગાંધીયુગના કવિ નરસિંહરાવની કવિતાથી વિશેષ પ્રભાવિત છે, જે ખંડકાવ્યો અને કરુણપ્રશસ્તિઓની સ્વસ્થગંભીર શૈલી, જીવનનાં મંગલમય તત્વો પર આસ્થા, પ્રકૃતિ પ્રત્યેનું આકર્ષણ વગેરેમાં જોઈ શકાય છે.

-->અલબત્ત, સૉનેટોનું વ્યાપક ખેડાણ કે નિષ્કામ કર્મવાળા જીવનનું આકર્ષણ એમની કવિતા પર ગાંધીયુગના પ્રભાવની પણ પ્રતીતિ કરાવે છે.
પુસ્તક :
અનુવાદ : ૧) મહામના થોરો
૨) રોમહર્ષિણી
કાવ્યસંગ્રહ : ૧) જ્યોતિરેખા(૧૯૩૪)
૨) ઇન્દ્રધનુ (૧૯૩૯)
૩) વિશેષાંજલિ (૧૯૫૨)
૪) સદગત ચંદ્રશીલાને (૧૯૫૯)
૫) તુલસીદલ (૧૯૬૧)
૬) વ્યંજના (૧૯૬૯)
૭) અનુવ્યંજના (૧૯૭૪)
૮) શિશિરે વસંત (૧૯૭૬)
૯) શ્રાવણીની ઝરમર (૧૯૮૨)
જીવનચરિત્ર / રેખાચિત્ર : ૧) નરસિંહરાવ (૧૯૮૦)
વિવેચન : ૧) ગુજરાતી સાહિત્યમાં સૉનેટ (૧૯૩૫)
૨) સુવર્ણમેઘ (૧૯૬૪)
૩) આમોદ (૧૯૭૮)
સંપાદન : ૧) સાહિત્યમાધુરી
૨) સાહિત્યોદ્યાન
૩) સાહિત્યસુષમા
૪) શિક્ષણકારની સાધના
૫) મહાભારતનાં છેલ્લા ચાર પર્વો
સન્માન :  1958 – નર્મદ ચંદ્રક