ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ

ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ

જન્મ તારીખ :  08/10/1853
જન્મ સ્થળ :  સુરત
મૃત્યુ તારીખ :  12/05/1912
અભ્યાસ :  --> ૬ ધોરણ સુધી
વ્યવસાય :  --> થોડો સમય દેશીમિત્ર છાપખાનામાં બીબાં ગોઠવવાનું શીખ્યા
--> ૧૮૭૬માં તેમણે મુંબઈમાં આર્યમિત્ર સાપ્તાહિક ચાર મહિના ચલાવ્યું અને પછી મુંબઇ સમાચારમાં પ્રૂફરીડર તરીકે જોડાયા.
--> ૧૮૭૮માં તેઓ સુરત પાછા આવ્યા અને સ્વતંત્રતા માસિક શરૂ કર્યું, જેને નર્મદે નામ આપેલું
જીવન ઝરમર :  --> પ્રકાશિત રાજ્કીય લખાણો માટે રાજદ્રોહના ગુનાસર અંગ્રેજ સરકારે ધરપકડ કરી, પણ ફિરોઝશાહ મહેતાની સહાયથી નિર્દોષ ઠર્યા.

--> ૧૮૮૦માં મુંબઈ જઈ મિત્રોની અને મુંબઈના સાક્ષરોની સહાયથી ૧૯૦૭માં ‘ગુજરાતી’ સાપ્તાહિકનો પ્રારંભ કર્યો અને ઘણી આર્થિક કટોકટી તથા સરકારી દરમિયાનગીરી વચ્ચે પણ મૃત્યુપર્યંત તે ચલાવ્યું.
પુસ્તક :
અનુવાદ : ૧) રાસેલાસ (૧૮૮૬),
૨) યમસ્મૃતિ (૧૮૮૭),
૩) મહારાણી વિકટોરિયાનું જીવનચરિત્ર (૧૮૮૭),
૪) ચારુચર્યા અથવા શુભાચાર (૧૮૮૯),

૫) અરેબિયન નાઈટ્સ ભાગ ૧ અને ૨ (૧૮૮૯),
૬) કળાવિલાસ (૧૮૮૯),
૭) વિદુરનીતિ (૧૮૯૦),
૮) કામંદકીય નીતિસાર (૧૮૯૦),

૯) સરળ કાદંબરી (૧૮૯૦),
૧૦) શ્રીધરી ગીતા (૧૮૯૦),
૧૧) કથાસરિત્ સાગર ભાગ ૧ અને ૨ (૧૮૯૧),
૧૨) શુક્નીતિ (૧૮૯૩),

૧૩) બાળકોનો આનંદ ભાગ ૧ અને ૨ (૧૮૯૫),
૧૪) રાજતરંગિણી અથવા કાશ્મીરનો ઇતિહાસ ભાગ ૧ (૧૮૯૮),
૧૫) ઔરંગઝેબ (૧૮૯૮),
૧૬) પંચદશી (૧૯૦૦),

૧૭) વાલ્મીકિ રામાયણ (૧૯૧૯)
વગેરે......
નવલકથા : ૧) હિંદ અને બ્રિટાનિયા (૧૮૮૬)
૨) શિવાજીની લૂંટ (૧૮૮૮)
૩) ગંગા - એક ગૂર્જરવાર્તા (૧૮૮૮)
૪) ટીપુ સુલતાન (ભાગ ૧, ૧૮૮૯, અપૂર્ણ)

૫) ચંદ્રકાન્ત ભાગ ૧, ૨, ૩ (૧૮૮૯, ૧૯૦૧, ૧૯૦૭ અપૂર્ણ)
૬) રાજભક્તિ વિડંબણ (૧૮૮૯)
૭) સવિતાસુંદરી (૧૮૯૦)
૮) ભારતખંડ ના રાજ્યકર્તા
સંપાદન : ૧) બૃહત્ કાવ્યદોહન, ભાગ ૧-૮ (૧૮૮૬—૧૯૧૩)
૨) પુરુષોત્તમ માસની કથા (૧૮૭૨)
૩) ઓખાહરણ (૧૮૮૫),
૪) નળાખ્યાન (૧૮૮૫),

૫) પદબંધ ભાગવત (૧૮૮૯),
૬) કૃષ્ણચરિત્ર (૧૮૯૫),
૭) મહાભારત, ભારત ૧, ૨, ૩ (૧૯૦૪, ૧૯૧૧, ૧૯૧૨)
૮) આદિ ભક્તકવિ નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ (૧૯૧૩)
વગેરે..........