કોપી રાઈટ્સ


‘ગુજલિટ’ મોબાઈલ એપ તથા વેબસાઈટ એ એક સાહિત્યિક પ્રચાર અને પ્રસાર માટેનું બિનવ્યવસાયિક માધ્યમ છે. જેનો મૂળ હેતુ સાહિત્યનો વિકાસ અને વિસ્તાર છે. વિશ્વના દરેક ખૂણે કે જ્યાં ગુજરાતી ભાષાના ભાવકો વસે છે તેમના સુધી ગુજરાતી ભાષાનું શ્રેષ્ઠ સાહિત્ય મળી રહે એ અમારો મૂળ ઉદ્દેશ્ય છે.

‘ગુજલિટ’ મોબાઈલ એપ તથા વેબસાઈટ પર ગુજરાતી ભાષાના સંપૂર્ણ શ્રેષ્ઠ પુસ્તકોનું ડીઝીટલ સ્વરૂપમાં રૂપાંતર કરીને મૂકવામાં આવે છે. અત્યારે ઈન્ટરનેટનાં માધ્યમથી ભાષા સાહિત્યનો સારો એવો વિકાસ થયો છે. જેમાં ઈન્ટરનેટની દુનિયામાં કોઈપણ ખૂણેથી થોડુંઘણું તો સાહિત્ય મળી જ રહે છે પરંતુ સંપૂર્ણ પુસ્તકો બહુ ઓછા મળી આવતાં હોય છે. અહીં આ થોડાઘણા સાહિત્યમાંથી સંપૂર્ણ પુસ્તક સાહિત્ય મળી રહે તેવો અમે પ્રયત્ન કરીએ છીએ.

અહીં જે તે પુસ્તકનો પૂર્ણ પરિચય પણ આપવામાં આવે છે. જેથી જે લોકોને પુસ્તકની ખરીદી કરીને વાંચવામાં રુચિ હોય તે સરળતાથી તે પુસ્તકના પ્રકાશક વિશે પૂર્ણ માહિતીથી જે તે પુસ્તક મેળવી શકે છે.

અહીં સમાવાયેલા પુસ્તકોના સર્વ હક્ક જે તે સાહિત્યકારનાં જ છે. આ પુસ્તકો રાખવા માટે અમે દરેક સાહિત્યકારોની પરવાનગી મેળવીએ છીએ અને ત્યારબાદ તેને અહીં સમાવીએ છીએ.

આભાર