2.7 - મીંઢે ફળિયે / રમણીક અગ્રાવત


ધરમોભારે હોલો, બોલે
પળને પોરે હોલો બોલે
મૂંગું ફળિયું, મૂગી શેરી
ઝોકે ચડ્યું તડકા-ટોળું
સૂની ઓસરી સૂનાં દ્વારે
હોલારવની પા પા પગલી
બાર અઢેલી બેઠી ગોરી
જોઈ રહી પાનેતર જૂનું
પળમાં બાઝે પળમાં લાજે
વીણે તણખલાં ચકલોચકલી
પવન ઝપાટે બારી ખખડે
ખખડે ના ડેલીની સાંકળ
ફળિયું મીંઢું કાંઈ ન બોલે
ઘરમોભારે હોલો બોલે.


0 comments


Leave comment