2.10 - તું / રમણીક અગ્રાવત


આયનાઓમાં ધીરે રહી ઝૂકી આવી રાત
આંખો પટપટાવી
તેં
વસ્ત્રો જરીક ઠીક કર્યા
અમથું અમથું હસી લીધું થોડું
વાળમાં હાથ પસવાર્યો
સહેજ ડોક ત્રાંસી કરી નીરખી લીધું
‘ને
ધીમેકથી
ઝાંઝર ખનકાવતી ઊતરી પડી
આયનાઓમાં
આયનાઓમાંથી
આયનાઓમાં.


0 comments


Leave comment