2.11 - વિકળ મોસમમાં / રમણીક અગ્રાવત


ક્ષિતિજ વીંધીને લંબાયો હાથ
આ છેડેથી પેલે છેડેના આકાશમાં
ઝાંખા અજવાસમાં ઘૂંટાઈ વળી ગંધ
ખાટી, ખારી, માણસના પરસેવા જેવી કડૂચી
ફોરાંનું ઝાપટું ટાઢકસોતું
ભોંય સરસું લેટી ગયું
કેટલાંય રહસ્યો ઓઢીને તેં બારી બંધ કરી
બંધ બારીએ મૂઢ પવનના ટકોરા
હજી ય
તું
હળું હળું ચાલી જાય છે દૂર દૂર
ક્ષિતિજ પારે લંબાયેલા હાથની ધારે ધારે.....


0 comments


Leave comment