2.12 - અક્ષરવાસ / રમણીક અગ્રાવત


૧.
કોરા કાગળ એના કોરાપણાથી ભરચક હોય છે
એક એક અક્ષરે
કાંકરી કાંકરી કોરાતું રહે કોરાપણું
પેન અટકે ત્યાં –

૨.
કોરા કાગળમાં દેખાતું મોં
અક્ષરોથી ભૂંસવા મથ્યા કરું
મથ્યા કરું ભૂંસવા અક્ષરોથી
બે અક્ષરની વચમાં પોરો ખાવા થંભું
....... કોઈ ઝાંખું ઝાંખું મને જોયા કરે.

૩.
અક્ષર જેવું સણક્યા કરે કોણ કાગળમાં
કોણ
શાહીમાં તરતું તરતું તરતું –


0 comments


Leave comment