2.15 - ક્યાંકથી ક્યાંક જતો રહેશે દિવસ / રમણીક અગ્રાવત


થાકી ગયેલી ધજામાં લબડતો દિવસ
નિસ્તેજ વૃક્ષની ઘટમાં મોં છૂપાવી પડેલો દિવસ
તડકો મૂંગો મૂંગો સર્યા કરે
નઠોર તાકતો રહે દિવસ
ક્યારનો છેક બારણાથી લગોલગ આવી ઠરી ગયો છે ટકોરો
ક્યાંકથી ક્યાંક જતો રહેશે દિવસ
હજી મોં ખૂલે તે પહેલાં તો શબ્દો ઠીકરું
કોણ જાણે કોના માતમગાનથી મૂંગોધબ્બ થઈ પડ્યો છે દિવસ
ચહેરો એનો એ જ છે, હતો, રહેશે
ઘાટો કે ચહેરાયેલો ઉઝારડો બની ટપકું બની જશે દિવસ.


0 comments


Leave comment