2.17 - અજાણ્યો પંખીબોલ / રમણીક અગ્રાવત


મનમાં ઝમતો અબંધ લય
સ્વરતંતુમાં ગળતો થાક
બોઝિલ મસ્તક
લાલપીળી સ્વરઝાળો
કોઈ રાહ જોઈ ક્યારનું ઊભું હશે – થડકો
તૂટે પંખીટહુકો થઈ મનતળમાં

ડખોળે
મન અબંધ લયતંતુમાં ઝબકોળે ઘડી ઘડી
અબોટ ગણગણ
આ ક્ષણ ફરી કદી ન આવે હાથ....
પગનો થાક ફાટે મસ્તકમાં

ચૂરચૂર
શબ્દોશબ્દોશબ્દો ચૂરચૂર શબ્દો
અકળ લયમાં વમળાટ
ઘૂમરાટ -


0 comments


Leave comment