3.2 - શબ્દ સંગત / રમણીક અગ્રાવત


હાકાબાકા ખડા રમોજી
નવતર નાગું વરણજી
પેટ ચોળ્યું ને પેધ્યું શૂળ
આ તો ઊગ્યું ઝરણજી
સરરક ઊતરડૈ પછી કૈં
ઓસરીયું ભૈ રણઝણજી
ધડીમ્ ઝીંકાયો અસ્થ હથોડો
ભાગમભાગી હણહણ જી
અજાણ્યું ખરું પણ નવતર નૈં !
સાવ પરિચિત, પણ જોયું કૈં ?


0 comments


Leave comment