3.3 - પાદર પૂગ્યે / રમણીક અગ્રાવત


રે રે કરતાં રાત ગઈ ને લોલમલોલે દન ઢોળાયો
ઝાંઝ કરતાલ ઘૂઘરા વાગે રવ પાતળો રગદોળાયો

ક્યાંક કશેં ફૂટે ના કૈં પણ હાથ અમસ્તો ફરફોલાયો
વાંસ વાંસનાં ઘૂઘવે કાગળ પોકળ અક્ષર પરપોટાયો

વિષાદ મૂતરી ઉંદરડી (ને) ગામ ગજવતો કૂદ્યો હરાયો
આંધળે અક્ષર ભાવ લંગડો શબ્દ બચાડો ક્યાં ભરાયો ?

નીપજનો લઇ અધધધ દાખડો ક્યાં જાવું ભૈ ક્યાં ક્યાં
ગામ વળોટી પાદર પૂગ્યે અરથ બધો અમથો રોળાયો


0 comments


Leave comment