3.4 - ધજા ફરુકે / રમણીક અગ્રાવત


અક્ષરમાંથી શબ્દ થયો, શબ્દ ભયો ભૈ ભાવ;
ભાવ ભાવ ઘૂંટ્યા કર્યું, છેડે આવ્યો અભાવ.

અભાવ અઢળક આવતો, છલક છલક છલકાય;
છલકીને ખાલી કરે, ભરચક ભયે મનભાવ.

અધલખ અક્ષર આળખ્યા, અધલખ સહ્યા તણાવ;
તણાવ તળાવ નીલ ભર્યું, શબ્દ નાવ જળ-ભાવ.

શબ્દ બાંધ્યો અક્ષર વડે, શબ્દ ભાવને ઘડે;
ઘડે ભાવ વળી શબ્દ નવા, ભાયધજા નવી ચડે.


0 comments


Leave comment