44 - કોસ / રમેશ આચાર્ય


ખેતરના કૂવે ચાલતા
કોસને છે મોટી મુશ્કેલી,
તેના પેટમાં કંઈ ટકતું નથી.
ખેતરનો માલિક અને તેના બળદ
મહેનત કરી મથી તેને ભરી દે.
કોસને તો ભરાય ત્યારથી
ખાલી થવાની ઉતાવળ.
આખો દિવસ તેને ગમે તેટલું મળે
પણ સાંજે બધું ખાલી.
થઈ જાય કોરોકટ,
જો કે ગામના લોકો કહે છે :
એ તો છે કરપાત્રી સાધુ.


0 comments


Leave comment