46 - મારી સમજ / રમેશ આચાર્ય


મારો પહોંચ જાણવા મેં
વડને બાથ ભરી જોઈ,
બાથ ટૂંકી પડી.
મારી હથેળીની ભીનાશ જાણવા મેં
વડનાં પાંદડાં સાથે હાથ ઘસી જોયા,
હથેળીની ભીનાશ ઓછી પડી.
મારા મૂળની મજબૂતાઈ જાણવા મેં
વડની વડવાઈ ખેંચી જોઈ,
હું હલી ગયો પણ વડવાઈ હલી નહિ.
રાઈના દાણા જેવડા બીજમાંથી
વડની કબીરવડ સુધીની વિકાસયાત્રા
સમજવામાં મારી જાત ટૂંકી પડી.


0 comments


Leave comment