49 - લારી / રમેશ આચાર્ય


રઝળતી લાશ જેમ
સૂતી રહે ચત્તીપાટ.
ભિખારીની પાંસળીઓની જેમ
તેનાં પૈડાંના આરા ગણી શકાય.
ધનિક લોકો ધક્કા મારી
ભિખારીને આઘો કરે
તેમ ધક્કો મારો ત્યારે
તેની જગ્યાએથી
થોડી આઘી ખસે.
પણ આમ છે સ્વમાની અને હમદર્દ.
ક્યારેક ગરીબની ઝૂંપડીએ અનાજ પહોંચાડે
ત્યારે થાય રાજી.
કોઈ ભિખારીની બિનવારસી લાશને
મોક્ષધામ સુધી પહોંચાડવા
સદાય તત્પર મારી જેમ.


0 comments


Leave comment