50 - બી.પી.એલ. કાર્ડધારક / રમેશ આચાર્ય


તાલુકા સેવાસદનની
પુરવઠાશાખામાં
ધૂળ-ઢેફાં નામના
કાર્ડધારકના વર્ગીકરણમાં ગૂંચ પડી.
ધૂળ-ઢેફાંને બે બાળકો હતાં
ત્રીજું બાળક હમણાં જન્મ્યું.
તેના છાપરાં કે ઝૂંપડીમાં
ઇલેક્ટ્રિક કનેક્શનનો
એક પોઈન્ટ હોવો જોઈએ,
તેને ત્યાં તો બે પોઈન્ટ હતા.
તેનાં બાળકો સીમ-શાળામાં નહોતા ભણતાં,
ગામની શાળામાં ભણતા હતાં.
બી.પી.એલ. કાર્ડધારક તરીકેનો
નિર્ણય છેવટે અનિર્ણિત રહ્યો.
ધૂળ-ઢેફાંની અરજીને ફાઈલમાં મૂકી,
પછી તે ફાઈલ
ઓફિસની અભેરાઈએ ચઢાવવામાં આવી.


0 comments


Leave comment