52 - અસ્થિ વિસર્જન / રમેશ આચાર્ય


ભૂખ્યું કૂતરું
ભટકે સિદ્ધપુરની સરસ્વતીને તીર.
મળી લાશ
કોઈ ભિખારણ બાઈની
ચૂંથાયેલી.
કૂતરાએ ખેંચ્યું-તોડ્યું હાડકું
ચૂસે,
પાછળ કાંધિયો
ભાગે.
પડ્યું હાડકું
સરસ્વતીના જળે.
મંત્રો અનુચ્ચરિત
અપ્રસ્તુત
થયું સંપન્ન
અસ્થિ-વિસર્જન.


0 comments


Leave comment