54 - અમારા ઘરની મીની માસી (કરુણ-પ્રશસ્તિ) / રમેશ આચાર્ય


કુશળ અભિનેત્રી જેમ
‘મ્યાઉં’ શબ્દની તારી ડીલીવરી !
તારી આ એક જ લાયકાતે
તું મારા ઘરમાં સ્થાન પામી,
કોઈ દેવતાના વાહન તરીકે
કે નજીક રહેવા તું
સ્થાન ન શકી પામી,
તારી આંખ તારી પ્રતિષ્ઠામાં
આવે તારી સામી.
નિશ્ચિત કર્યું હતું તેં
મારા ઘરમાં તારું સ્થાન.
બચ્ચાને લઈ સાત ઘર ફરવામાં
ડાઘિયા પાસેથી તું પસાર થઈ,
બની એનો તું ભોગ.
મરીને પણ અમને કંઈક શીખવાનો તેં
રચી આપ્યો આમ યોગ.


0 comments


Leave comment