2 - કાવ્યોપોથીના પ્રાગટ્ય પર્વે / નિવેદન / રમેશ આચાર્ય


મારો ચોથો કાવ્યસંગ્રહ ‘ઘર બદલવાનું કારણ’ ૨૦૧૩માં પ્રગટ થયો ત્યાર પછી લખાયેલાં કાવ્યોનો આ પાંચમા સંગ્રહમાં સમાવેશ કરેલ છે. લખાયાં તેમાંનાં કેટલાક કાવ્યોનો સમાવેશ નથી પણ કર્યો. આ કૃતિઓ સાહિત્યનાં વિવિધ શિષ્ટ સામયિકોમાં પ્રગટ કરવા બદલ સૌ તંત્રીઓ તથા સંપાદકોનો આભારી છું. સુરેન્દ્રનગર જિલ્લામાં તથા અન્યત્ર વસતા સૌ સાહિત્યકાર મિત્રો, આકાશવાણી તથા દૂરદર્શનની પણ અહીં સાભાર નોંધ લઉં છું. સ્વામીશ્રી સચ્ચિદાનંદજી મહારાજ (દંતાલી) ના મને શુભાશિષ મળ્યા છે, તેને મારું સદભાગ્ય માનું છું. આ પ્રકાશન માટે હું લટૂર પ્રકાશન અને મારા પરમ મિત્ર શ્રી માય ડિયર જયુનો ઋણ સ્વીકાર કરું છું.

રમેશ આચાર્ય
ધૂળેટી,
તા.૦૬/૦૩/૨૦૧૫, શુક્રવાર


0 comments


Leave comment