42 - શબ્દનાં બાંધાણ અમને કેટલાં નડતાં રહ્યાં / ચિનુ મોદી


શબ્દનાં બાંધાણ અમને કેટલાં નડતાં રહ્યાં
સાત મજલા, રાતદિન, સીડી વગરના ચડતા રહ્યાં.

પથ્થરો પર નામ કોતરવું ઘણું સ્હેલું હતું
ટાંકાણાં તો ભીની રેત પર પડતાં રહ્યાં.

મારી ઇચ્છાઓને તમે બાંધી શકો, પૂરી શકો
એક પીંછું પૂરવા પિંજર તમે ઘડતા રહ્યાં.

નામ સરનામા વગરના પત્ર મેળવવા નથી
હારીશું પણ પાનખર સામે સતત લડતા રહ્યાં.

કોઈનાં ઘરમાં અરીસા જેમ ટીંગાઈ ‘ચિનુ’
રોજ ભૂંસાતા જતા ચેહેરા ઉપર રડતા રહ્યાં.


0 comments


Leave comment