27 - લાગે / રાવજી પટેલ


અજાણતાં સહેજ અડી જવાયું
જેવું મને કો’ જનથી; ત્યહીં તો
મારા મનોવૃક્ષ પરે ફૂટેલી
ખરી પડી યાદ તણી કળી કો...
ને રોમરોમે હથિયાર ખેંચ્યાં
એ સ્પર્શ સામે પલવારમાં તો.

બની ગયો ક્ષુબ્ધ ઘડીક; માત્ર
એના નમ્યા મોં પર દૃષ્ટિ ચોડી
ઓફિસને માર્ગે જતો રહ્યો હું.
કેમે કરી કામ કરી શકું ના;
હું સાચવી વાત કરું છતાંયે
લાગે; ઘવાતું ઉર એ હજીયે.


0 comments


Leave comment