30 - હેવમોરમાં / રાવજી પટેલ


હળવે
હળવે
હલાવે પરદા.
ભીંતો પરના રંગ
મળ્યા છે
ટેબલ પરના ‘જગ’માં.
એક્ઝોસ ફેને
ચૂસી
લીધી
પ્યાલા પરના રક્ત હરણની ફાળ !
થાક્યાપાક્યા
માંડ ઠરું ત્યાં
ખૂણે બેઠાં બેય જણાં તે એકમેકને
તાકે
પીએ
છતનું પેટન્ટ સ્કાય ઝરે છે ગીત મધુરું.
નવરો પેલો બોય ઊઠીને પ્યાલી પરના
કલોથ-કમલને ખોલે !


0 comments


Leave comment