32 - ક્યારીઓમાં / રાવજી પટેલ


પેલું ગલૂડિયું ક્યારીઓમાં ગેલતુંતું
ખળખળ વહોળાનાં નીર કને જઈ
કશું જોઈ રહ્યું.
અચાનક ચૂપ
ચીતરેલું હોય એમ શાંત;
મારી આંખમાંથી વહી જતા
વાંકળાની લાત એને વાગી ?
કે
ક્યારીઓના ઘાસ પર બેઠું તોય
આળોટે ના !


0 comments


Leave comment