33 - એકાંતની ગતિશીલ ક્ષણોમાં / રાવજી પટેલ


(       )
હું દ્વાર તણાં વન ભાળું
મારા અંતરમાં પણ અપાર ઊગ્યાં દ્વાર
થાય :
હવે તો સ્હેજ ઠરીને થોભુ.
ને પડખું લંબાવી થોડું યાદ કરું કૈં !
ક્ષણે
ક્ષણે
પ્રવેશ મારો મુજમાં
તુજમાં
મુજમાયું તુજમાયું ક્યાં જૈ માણું ?
હું દોડ્યો દોડ્યો જાઉં અવિરત
વિચાર જેવો દ્વારવને આ.


0 comments


Leave comment