34 - રાત્રે – રિલીફ રોડ પરથી / રાવજી પટેલ


હું જતો કશેક
ઘર ભણી (?)
માર્ગમાં ઝઝૂમતાં,
અનેકનાં સિમેન્ટસ્વપ્ન,
કાચમાં ઢબૂરતાં સરી ગયાં
અવાવરું ઘણાંક સ્મિત.
ચર્ણને જરીક
વેગથી મૂકું.
કાળ જાગતો ઝબાક
ભાગતો જતો રહ્યો !
વૃક્ષથી પડી રહેલ છાંયને હલાવતો
ફરી વળ્યો...
હવે...
માર્ગના પ્રકાશ પર
તરવર્યા કરે તિમિર.


0 comments


Leave comment