36 - ખેદ / રાવજી પટેલ
ચશ્માંના કાચને ડ્હોળીને
તરતો તરતો એક રંગની દુકાન પાસે જઈ ચડ્યો.
મેં પીપળાની કુંપળ માગી
ને એણે જુદા જુદા અસંખ્ય ડબ્બાઓનો ઢગલો કર્યો.
ભઈ, આ તેં શું કર્યું ?
મેં પીળા રંગને નકાર્યો.
આ તે શું કર્યું ?
કે
રિસીવરની કૂંપળ ફૂટે તે પહેલાં જ
છાતી પર ઠપકી દીધું.
કે
રમવા આવેલો લય મેં સિનેમા જોઈને
પાછો વાળ્યો,
તેં આ ડબ્બા ન મૂક્યા હોત તો
પીળા રંગની આ દશા તો ન થાત ને ?
આ તેં શું કર્યું ?
0 comments
Leave comment