38 - કવિ શ્રી ચિનુ મોદી / રાવજી પટેલ
કાવ્યરિક્ત સૂર્ય લાલ ડૂબી જતો જોઈ
મારા હાથમાં તું ધૂણ્યો;
સીમનું હલાવી નાખે હચમચ ઝાડ મારા હાથમાં
તું ઓગળતો છંદ
ધસમસ આવતી તેં રાત રોકી લયથી રૂપાળ !
કવિ, શહેરની નિરોઝ-ક્વોલિ-હેવમોર
તારાં નેત્રપતાળથી કવિતા બનીને ફૂટે !
કામરૂપ દેશ ફરી અલપઝલપ સામ્પ્રતસમય હલાવી નાખે.
નગરનાં સ્તનશિલ્પ ખળખળ વહી જતાં
નાગના લિસોટા જેવાં ઝેર ચૂસે.
રિક્ષાઓનાં વ્હીલ જેવો ઘુમક્કડ
સડકો વીંટીને તારો ભૂતકાળ દોડી જતો જોઈ
સ્લીપિંગ ટેબ્સ પર કબર ખોદીને સૂતો તોય
તું તો કવિતાનું વૃક્ષ થઈ ફાલ્યો !
કવિઓને ભૂતકાળ કદીય ના હણી શકે.
કવિઓને ભૂતકાળ કદીય ના સુખ આપે !
0 comments
Leave comment