42 - ગ્રીષ્મ / રાવજી પટેલ
ગણ્યાગાંઠ્યા દિનો પહેલાં વસંત જે સરકી ગઈ,
એહનો મ્હેકતો પાલવ કાનમાં ફરક્યા કરે.
વૃક્ષની ડાળપે ભોળાં પાસપાસે વિહંગ કૈં
અન્યને પર્ણ માનીને બેઠાં છે ક્યા...રનાં પણે.
મને લાગે : કશે કેફી ઓ હવા પણ ખરી પડી.
ચોગમ ક્યારનો ઘૂમું લૂ સમો સઘળે...
0 comments
Leave comment