49 - દશ હાઈકુ / રાવજી પટેલ
૧.
ગીત સાંભળી
ડૂંડું ડોલ્યું, ઉપર
ચકલી બેઠી.
૨.
છત્રી નીચે છે
બે જણ ગુપચુપ
સર્વ સાંભળે
૩.
રજાઈમાંથી
વાત ન આવે બ્હાર
શિયાળો આખો.
૪.
માછી ક્યારનો
ઊભો રહ્યો ને તોય
માછલી તરે !
૫.
વેરઈ ગઈ
મહેફિલ; જાજમ
ત્યાં જ પડી રહી.
૬.
રસ્તા ઉપર
એક સફરજન
અસંખ્ય આંખો.
૭.
શિયાળ લાળી
કરે : આ સીમ છે કે
શહેર ? કહે કોણ ?
૮.
ગામથી છેટે
એક કૂવામાં બેઠી
તરસી સીમ.
૯.
અંધકારમાં
સૂરજ હરેફરે
આગિયો બની.
૧૦.
ચકલી ગાતી
હરખ ભરીને ગાણું
ડૂંડું બહેરું.
0 comments
Leave comment