50 - વર્ષો ગયાં / રાવજી પટેલ


વર્ષો ગયાં કૈંક ભર્યાં ભર્યાં; ને
રંગીન એવી જ રહી ગઈ આ
ખસે હજી ના છત; ઝુમ્મરો શાં
ઝૂલે હળુ કૈં ફફડાટથી આ
કંપોતના. બંધ કરી ગયેલો
બારી બધી નોકર અર્ધગાંડો.

વિચારની જાળ મહીં ફસાતાં
આળોટતો ક્યાંય લગી છતાંયે
પલે પલે ભીંસ વધે ઘણેરી.
વર્ષોજૂનો એ કફ ક્યાં ગયો, ક્યાં
ગઈ પથારી ? ઘરમાં પડેલી
માંદી હવા કેફ મહીં ઉઠાડે.
મને; અને ત્યાં વધતી જ ખાંસી.


0 comments


Leave comment