1.1 - કઠપૂતળી / વિવેક કાણે ‘સહજ’


કશુંક સામ્ય તો છે, સાચેસાચ કઠપૂતળી
તને હું જોઉં, અને જોઉં હું કાચ કઠપૂતળી

આ તારું નૃત્ય, એ મારી જ કોરિયોગ્રાફી
નચાવું જેમ તને, એમ નાચ કઠપૂતળી

હલનચલન ને આ ચૈતન્ય ખેલ પૂરતું છે
જીવંત હોવાના ભ્રમમાં ન રાચ કઠપૂતળી

સમાન હક, ને વિચારોની મુક્તતા ને બધું
જે મારી પાસે નથી, એ ન યાચ કઠપૂતળી

‘સહજ’ નચાવે મને કો'ક ગુપ્ત દોરીથી
ને તારી જેમ છું હું પણ કદાચ કઠપૂતળી


0 comments


Leave comment