1.2 - છોડ ઉંદરડા / વિવેક કાણે ‘સહજ’


દિશા, કે લક્ષ્ય, કે ઉદ્દેશ, છોડ ઉંદરડા
બધાંય દોડે છે અહીં, તુંય દોડ ઉંદરડા

ગમે તો ઠીક, અને ના ગમે તો તારા ભોગ
આ જિંદગી એ ફરજિયાત હોડ ઉંદરડા

કોઈને પાડીને ઉપર જવાનું શીખી લે
શિખર સુધીનો પછી સાફ રોડ ઉંદરડા

આ એક-બે કે હજારોની વાત છે જ નહીં
બધાં મળીને છે, છસ્સો કરોડ ઉંદરડા

થકાન, હાંફ, ને સપનાં વિનાની સૂની નજર
તમામ દોડનો, બસ આ નિચોડ ઉંદરડા


0 comments


Leave comment