1.3 - સમાસમાં લીધી / વિવેક કાણે ‘સહજ’


અધર ને શબ્દના મંજુલ સમાસમાં લીધી
અમે પીગળતી કોઈ ક્ષણને પ્રાસમાં લીધી

ગઝલના પાકને રેતી જ રાસ આવે છે
મરૂભૂમિ અમે એથી ગરાસમાં લીધી

ભરે કોઈ જે રીતે શ્વાસ અંતવેળાનો
તમે શ્વસેલી હવા એમ શ્વાસમાં લીધી

પ્રથમ ગુનો તો ‘સહજ’ છૂટછાટ લીધી એ
અને ઉપરથી એ હોશોહવાસમાં લીધી


0 comments


Leave comment